TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 146
SHOBHA RAMNI SARDARI
Indulal Yagnik
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
based on true incidence, political context , gujarat,
ઘણાં વખતથી ગુલામીની જંજીરોમાં જકડાયેલા સુરત , નવસારી પ્રાંતના હાળી - દુબળાઓની મુક્તિનો સવાલ જગબત્રીશીએ ચડ્યો છે. હવે થોડાજ દિવસમાં રાષ્ટ્રીય મહાસભાની બેઠક આશરે ત્રીસ વર્ષ પછી સુરત જીલ્લામાં તાપી નદીને કિનારે મળે છે તે ટાંકણે દુબળાઓના છૂટકારાની ઘોષણા કરવાની વિનંતી ડો. સુમતે મહાસભાના મહારથીઓને કરી છે , ત્યારથી છેલ્લા થોડા માસ દરમ્યાન આ વિષે ચર્ચા અને ચળવળનો રાફડો ફાટયો છે. બારડોલી તાલુકાનાં વરાડ ગામના ખેડૂતોએજ હાલના મહાસભાવાદી પ્રધાન શ્રી. મોરારજી દેસાઈને જાહેર વિનંતી કરી કે દુબળાઓની ગુલામીનો અંત આણવા માટે એક કયો સત્વર કરવો જોઈએ. અને આવો કડો કરવાની જરૂરિયાત કોઈ અગ્રેસરોએ પણ જાહેરમાં સ્વીકારવા માંડી છે. પણ ખરેખરી જાગૃતિ તો દુબળાઓમાં પોતાના માંજ આવતી જાય છે. જમાનાઓની નિદ્રા ત્યજીને આ કમભાગી ભાઈઓ અને બહેનો હવે નાની મોટી સંખ્યામાં આઝાદીનો સંદેશ સાંભળવા એકત્ર થતાં જાય છે અને પોતાના દુખની હ્રદયભેદક કથની સાદી જબાનમાં કહેતા જાય છે. વિઠ્ઠલનગરમાં મહાસભા મળશે ત્યારે ચોધરા , ઢોંડિયા, ગામેની વગેરે રણીપુરજ લોકોની સાથે ઉબાળાઓ પણ સરઘસમાં વિઠ્ઠલનગર જઈ પોતાની બેડીઓના ખખડાટ પ્રજાના પ્રતિનિધિઓને સંભળાવે છે અને આજાદી મેળવવાને કારમી રાડ પડે એવો સંભવ છે. આવે પ્રસંગે આ દુબળાઓનાજ બંધન અને મુક્તિના સવાલોની ચર્ચા કરતી આ નાટિકા પ્રગટ કરવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.